આદિપુરની હરિઓમ હોસ્પિટલ કોવિડ-19 સ્પેશિયલ તરીકે કાર્યરત કરવામાં આવી

આદિપુરની હરિઓમ હોસ્પિટલને કોવિડ-૧૯ સ્પેશિયલ હોસ્પિટલને ટુંકાગાળામાં જ રીનોવેશન અને આનુસંગિક સવલતો સાથે પૂર્ણ કરી ચાલુ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત કચ્છ દ્વારા રૂા.પ૦ લાખના ખર્ચે સાધનોની ખરીદી કરી હોસ્પિટલ કાર્યરત કરાઈ છે.તા પપ બેડની સુવિધા સાથે હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યંુ હતુ. જેમાં ૧૦ બેડ આઈસીયુ યુનિટ સાથે અને ૪પ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકભાગીદારીથી તેમજ જિલ્લા પંચાયત કચ્છ દ્વારા આધુનિક મશીનોની ખરીદી કરવામાં આવી છે.ગાંધીધામ ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રતિનિધિઓ તથા ખાનગી તબીબો સાથે બેઠક યોજાઈ હોવાનું તેઓએ કહ્યું હતું. આ તબીબોની સેવા હરિ ઓમ હોસ્પિટલમાં જરૂર પડયે મળી રહે તે બાબતે અપીલ કરતા બધા તબીબો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.કોરોના વૈશ્વિક મહામારીનો હજારોની સંખ્યામાં લોકો શિકાર બન્યા છે ત્યારે તેને જિલ્લાના લોકોએ હળવાશમાં ન લેવા અનુરોધ કર્યો છે. સોશીયલ ડિસ્ટશન જાળવવું જરૂરી છે. ઈમરજન્સી વગર ડોકટર પાસે ન જવા અને ફોનથી ડોકટર પાસે માર્ગદર્શન મેળવી લેવા જણાવ્યું હતું