માનવજ્યોત સંસ્થાના સથવારે દાતાઓના સહયોગથી ૧ દિવસમાં ૧૮૮૫ લોકોને ફૂડ પેકેટ પહોંચાડાયા

માનવજ્પોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-ક્ચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળેલા ફુડ પેકેટસ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોચાડાયા હતા. નાગોર ગામવાસીઓ દ્વારા બે હજાર રોટલી, સરસપુર ગામવાસીઓ દ્વારા એક હજાર રોટલી, ઓમદાન ગઢવી તથા ગંગાબાઇ ભાનુશાલી ગણેશનગર દ્વારા ૨૦૦ જણાના ખારા ભાત ડો. મુકેશભાઇ ચંદે દ્વારા ૨૦૦ ફુડ પેકેટ, જાપન્ટસ ગ્રુપ ઓફ ભુજ દ્વારા ૧૦૦ ફુડ પેકેટ, સંદિપભાઇ દોશી ચાણક્ય ૧૦૦ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર ૨૦૦ લોકો માટે શીરો, ભાનુશાલી મહાજન ભુજ દ્વારા ૧૦૦ તથા વાગડ બે ચોવીસી યુવા મંડળ દ્વારા ૨૦૦ ફુડ પેકેટ માનવજ્યોતને આપવામાં આવતાં આ ફુડ પેકેટો જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને ભૂખ્યા પરિવારો ભરપેટ જમ્યા હતા. લોકો ભૂખ્યા ન રહે તેવી ઉદારદીલ ભાવનાં સાથે ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો તથા અનેક ગામવાસીઓ તૈયાર રસોઇ બનાવી વિતરણ માટે માનવજ્યોત સુધી પહોંચાડી રહ્યા છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, રકીક્ ખાવા, નીરવ મોતા, દિપેશ ભાટિપા, અક્ષય મોતા સંભાળી રહ્યા છે.