વહીવટ તંત્ર દ્વારા રાસન ન મળવાની ફરિયાદોનો નિકાલ પણ કરતો નથી,સરકાર પગલાં ભરે તેવી માંગવૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના પગલે ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન પૂર્ણ થયા બાદ આજે પ્રધાનમંત્રીએ વધુ ૧૯ દિવસનો લોકડાઉન આગળ વધાર્યું છે આગામી તારીખ ૩ સુધી લોકડાઉન યથાવત રહેશે તે વચ્ચે ગાંધીધામ સંકુલમાં ગરીબ લોકોની સ્થિતિ વધુ કફોડી બનતી જાય છેબીપીએલ રાશનકાર્ડ ધરાવનારા લોકોને પણ રાસન મળતું નથી દુકાનદાર રાશનકાર્ડમાં એન એસ એફ નો સિક્કો મામલતદાર પાસેથી મરાવી ને લાવો પછી રાસન આપવામાં આવશે એવું કહીને રાસન આપવામાં આવતું નથી તો બીજીતરફ ગાંધીધામ મામલતદાર કચેરીએ રાશન કાર્ડ માં સિક્કા મારવા સહિતની કામગીરી બંધ કરી દીધી હોવાથી ગરીબ લોકોની સ્થિતિ દયનિય અને કફોડી બનતી જાય છે રાજ્ય સરકાર દ્વારા મોટા-મોટા દાવાઓ કરાય છે પરંતુ ગરીબ લોકોને રાશન મળતું નથી લોકો મામલતદાર કચેરી જાય છે ત્યારે અત્યારે સુધારા વધારા અને સ્વીકારવાની કામગીરી બંધ છે લોક ડાઉન પછી તમે આવજો જવાબો આપવામાં આવી રહ્યા છે જેના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છેતો અમુક લોકોના રાસન કાર્ડ મળતા નથી તો મામલતદાર કચેરી આવે છે ત્યારે તેમને પણ લોકડાઉન પછી આવજો તો જવાબ આપવામાં આવી રહ્યા છે લોકડાઉન પૂર્ણ થઈ ગયા પછી સરકાર દ્વારા રાસન આપવામાં આવશે નહીં તો ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ બાદ રાશન કાર્ડ માં સુધારા કરવા ની કામગીરી નો શું અર્થ રહેશે એક મોટો સવાલ છે લોકોને હાલના સમયે જરૂરિયાત છે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ પછી તો લોકો પણ સરકાર પાસે ફ્રી રાસન આપવામાં આવે તેવી કોઈ અપેક્ષા રાખશે નહીં એવામાં મામલતદાર કચેરીઓ પોતાના મનસ્વી નિર્ણય બદલવા જોઈએ ને જે લોકો ના રાશનકાર્ડમાં સામાન્ય સુધારો કરવાનો છે અને તેનાથી તેમને રાસન મળી જાય તેમ છે તેવા લોકોના રાશન કાર્ડ માં સિક્કા સહિતની કામગીરી કરી આપવી જોઈએ તેમજ જે લોકોનો રાશન કાર્ડ ખોવાઈ ગયા છે અથવા તો ગુમ થઈ ગયા છે તેઓને તત્કાલીન રેકોર્ડ ના આધારે રાશન કાર્ડ કાઢી આપવું જોઈએ તેવી માંગ ઉઠી છેહાલના સમયે લોકડાઉન છે લોકોને ઘરમાં જ રહેવાનું છે કામ ધંધા માટે પણ બહાર નીકળવાનું નથી તેવામાં રૂપિયાની આવક નહીં હોય તો સ્વભાવ છે કે ખાદ્ય-સામગ્રી લેવાના પણ રૂપિયા નહીં હોય એટલે જ રાશન કાર્ડ ઉપર આધાર રાખવો પડે છે તેવામાં સસ્તા અનાજના દુકાનદારો રાસન આપતા નથી અને મામલતદાર કચેરી કાર્ડમાં સિક્કો મારી દેતી નથી તેમજ જે લોકોના કાર્ડ ગુમ થઈ ગયા છે તેઓને નવું કાર્ડ આપતી નથી તેવામાં આ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે સરકાર મોટા-મોટા દાવાઓ કરે છે પણ જમીન ઉપર હકીકત કંઇક અલગ જ છે અને સરકારને રિપોર્ટ પણ કંઈક અલગ જ જાય છે તો વચ્ચે ગરીબ લોકો પિસાઈ રહ્યા છે જિલ્લા કલેકટર અને સરકારનાં સંબંધિત મંત્રાલય તેમજ મુખ્યમંત્રી દ્વારા આ મામલે યોગ્ય પગલાં ભરવામાં આવે તો જરૂરી છે