સરહદ ડેરી પોતાના કર્મચારીઓને ખાસ ભથ્થુ આપશે

ચેરમેન વલમજીભાઇ હુંબલ દ્વારા કરાયેલી જાહેરાતને કર્મચારીઓએ આવકારી કચ્છની સરહદ ડેરીના કર્મચારીઓ લોકડાઉનના સમયે પણ નિષ્ઠા પૂર્વક કામગીરી કરી રહ્યા છે નિષ્ઠા પૂર્વક કામ કરનાર કર્મચારી અને રોજમદારને ખાસ ભથ્થું આપવાનો સરહદ ડેરી પ્રસાશને નિર્ણય કર્યો છે. કચ્છની સરહદ ડેરી દ્વારા પોતાના કર્મચારીઓ અને રોજમદારો માટે ખાસ ભથ્થું આપવાની જાહેરાત કરી છે જેમાં કર્મચારીઓને ત્રણ હજાર અને રોજમદારને પંદરશો લેખે ખાસ ભથ્થું આપવામાં આવશે જેમા તમામ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છેઆ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુબલે જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં પણ ડેરીના કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેને બીરદાવી પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઇન્સેટીવ આપવાનું નક્કી કર્યું છે. રાજયમાં સરહાદ ડેરી દ્વારા કરાયેલો નિર્ણય સૌપ્રથમ છે. જેમ પોલીસ, ડોક્ટરો સહિતના લોકો પોતાની સેવા આપી રહ્યા છે તેમ જીવન જરૂરીયાતની વસ્તુ ગણાતી દુધ માટે પણ સરહદ ડેરીના કર્મચારીઓ રાત-દિવસ મહેનત કરી કોઇપણ જાતની અછત ન સર્જાય અથવા તો લોકોને મુશ્કેલી ન વેઠવી પડે તે રીતે કામગીરી કરી રહ્યા છે તે માટે તેમને પ્રોત્સાહીત કરવા સરહદ ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતુ.હાલમાં લોક ડાઉનની સ્થિતિમાં પણ સતત કામ કરી રહેલા કર્મચારીઓની કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા સરહદ ડેરી દ્વારા આ જાહેરાત કરી હતી. જેના કારણે કર્મચારીઓમાં પણ ઉત્સાહની લાગણી ફેલાઈ છે. આ અંગે સરહદ ડેરીના લેબ ઇન્ચાર્જ ભાવીકા ખુંબલાએ ડેરી પ્રશાસન દ્વારા પ્રોત્સાહનના ભાગ રૂપે ખાસ ઇન્ટેન્સિવ આપી અમારી કામગીરીને બીરદાવી છે તેમ જણાવ્યું હતું. જ્યારે અન્ય કર્મચારી અશ્વિન ચાવડાએ પણ સરહદ ડેરી દ્વારા કોરોનાના લોકડાઉનમાં અમારી કામગીરીને બિરદાવી ખાસ ઈન્ટેન્સિવ આપવાનું નક્કી કર્યું છે તેમ જણાવ્યું હતુ.