લોક ડાઉનમા ગાંધીધામ તાલુકા કિડાણા ગામનો વિદ્યાર્થી રાજસ્થાન પરીક્ષા આપવા જતા ફસાયો છે તેના માતાપિતા દ્વારા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે છતાં તેને પરત લાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. લોકડાઉનના કારણે અનેક લોકોની હાલત કફોડી બની છે ત્યારે કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણામાં લોકડાઉને પુત્રને માતા પિતાથી દુર કર્યા છે ગાંધીધામના કીડાણામાં રહેતા રવિન્દ્રકુમાર અને સરીતાબેન શાહનો પુત્ર રાજસ્થાનના કોટામાં પરીક્ષા આપવા ગયો હતો જોકે લોકડાઉન લાગુ થઈ જતા ઘણા સમયથી ત્યાં ફસાઈ ગયો છે તેને ત્યાં મુશ્કેલી પડી રહી છે તેમ વિદ્યાર્થીના માતા પિતાએ જણાવ્યું હતું.