કચ્છમાં લગ્ન શકય ન હોઈ પ્રેમમાં પડેલા કૌટુંબીક ફોઈ ભત્રીજાનો સજોડે આપઘાત

ભુજ તાલુકાના ધાણેટી ગામમાં બે યુવાન પ્રેમીઓએ સજોડે કરેલી આત્મહત્યાના બનાવે અરેરાટી સર્જી છે. મૂળ મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજના અને ભુજના ધાણેટી ગામે ત્રિકમ કાનજી આહીરની વાડીમાં રહીને પોતાના પરિવારો સાથે રહીને ખેતમજૂરીનું કામ કરનાર પરિવારમાં ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ અંગે પદ્ઘર પોલીસ સ્ટેશને રાજેન્દ્ર સુરેન્દ્ર ગેહલોતે લખાવેલી ફરિયાદ પ્રમાણે તેમની ૧૯ વર્ષીય બહેન શર્મિષ્ઠા સુરેન્દ્ર ગેહલોતે અને તેની સાથે હરેન્દ્ર તરવત ગેહલોતેઙ્ગ (ઉ.૨૦) વાડીના શેઢે લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કૌટુંબિક રીતે સંબંધમાં ફોઈ ભત્રીજો એવા આ યુવાન યુવતી એકબીજાના પ્રેમમાં હતા. પણ, સામાજિક સંબંધોને કારણે પ્રેમલગ્ન શકય નહીં બને એવું લાગતા આ બન્ને યુવાન પ્રેમીઓએ પ્રેમ માટે પોતાના જાનની આહુતિ આપીને દુનિયાને અલવિદા કરી દીધી હતી. પદ્ઘર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી. જાડેજાએ આગળની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી છે.