કચ્છમાં કાળઝાળ ગરમી, કંડલા એરપોર્ટમાં ૪૧ ડિગ્રી તાપમાન

હાલ કોરોનાએ સમગ્ર દેશમાં લોકડાઉનની સિૃથતી ઉભી કરી છે ત્યારે ગરમીએ કચ્છમાં માઝા મુકી છે. કેશોદની સાથે કંડલા એરપોર્ટ ૪૧ ડિગ્રી સે. સાથે રાજ્યનું સૌથી ગરમ માથક રહ્યું હતું. ભુજમાં ૩૯.૭ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૯.૧ ડિગ્રી અને નલિયામાં ૩૪.૭ ડિગ્રી સે. નોંધાયું છે. રણકાંઠાનો વિસ્તાર ધરાવતા વાગડ પંથકમાં આકરી ગરમીએ લોકોને ફરજિયાત ઘરમાં લોકડાઉનમાં રહેવા માટે ફરજ પાડી છે. વાગડના મુખ્યમાથક રાપર શહેરમાં ગરમીના લીધે સવારે અગિયાર વાગ્યે જ લોકોઘરે જતા રહ્યા હતા. એકલ દોકલ પશુ સિવાય ભાગ્યે જ કોઈ એસ.ટી. ડેપો પાસેની મેઈન બજારમાં જોવા મળતા હતા. ભુજમાં સાત દિવસ બાદ મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નીચે ઉતર્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૫૮ ટકા અને સાંજે ૨૧ ટકા નોંધાયું છે. પવનની દિશા બદલાઈને દક્ષિણ-પશ્ચિમની અને પ્રતિકલાક સરેરાશ ૮ કિમીની ઝડપ રહી હતી. કંડલા એરપોર્ટમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી સે. ના આંકે સિૃથર રહેતા રાજ્યનું સૌથી ગરમ માથક બન્યું હતું. કંડલા પોર્ટમાં ૩૯.૧ અને નલિયામાં ૩૪.૭ ડિગ્રી સે. નોંધાયું છે.