અંજારમાં અગાસી ઉપર રમી રહેલ બાળકી સાથે ઢગાએ અડપલાં કર્યા

અંજારના વરસાણા ગામે એસઆરજી પ્લાયવુડ કંપનીમાં શ્રમિક વસાહતમાં નાની બાળકી સાથે બનેલા અડપલાંના બનાવે ચકચાર સર્જી છે. ગત રાત્રે ૮ વાગ્યાના અરસામાં પોતાના મકાનની અગાસી ઉપર બાળકી રમી રહી હતી. ત્યારે છોટેલાલ જુગલપ્રસાદ પાસવાન નામનો શખ્સ ત્યાં અગાસી ઉપર ચડી ગયો હતો અને બાળકી સાથે જાતીય અડપલાં કર્યા હતા. ગભરાયેલી બાળકી જેમતેમ તેની ચુંગાલમાંથી છૂટીને નીચે આવી હતી. અને પોતાના મા બાપને આ વાત કરતાં તરત જ એકઠા થયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. આરોપી ઢગો પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, તેના વિરુદ્ઘ પોકસો સહિતના કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.