પરિક્ષકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગણેશનગર ગાંધીધામ-કચ્છ ધોરણ ૧૨ અને ૧૦ માટે મધ્યસ્થ મૂલ્યાંકન ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી કરતાં ૧૩૦ પરિક્ષક (શિક્ષક)  માટે માસ્ક ૧૪૦ અને સેનિટાઈઝર ૨૦ નંગ બોટલ જાયન્ટ ગૃપ ઓફ ગાંધીધામ ના પ્રમુખ તેજાભાઇ કાનગડ અને મંત્રી  રામકરન તિવારી (ભૈયાજી) તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર વતી આચાર્ય અરજણ ખેરાજ કટુવા તેમને હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.