અંજારમાંથી એક યુવાન શંકાસ્પદ દર્દી તરીકે દાખલ, સાત નવા નમુના લેવાયા

કચ્છમાં ૪  પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે ત્યારે અંજારના એક ૩૮ વર્ષીય પુરુષમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આજે તેને જી.કેમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુાધી કચ્છમાં ૪ પોઝીટીવ કેસ ઉપરાંત ૩ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યારસુાધી ૬૨ વ્યકિતઓને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા હતા જેમાંથી ૫૪ને રજા આપી દેવાઈ છે. જ્યારે એકનુ ંમોત થયું તો એકને સાજા થયા બાદ રજા અપાઈ છે.

 તો બીજીતરફ આજે ૩૮ વર્ષીય અંજારના પુરૃષને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયો હતો.  ઉપરાંત આજે તપાસ આૃર્થે વધુ  ૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે ૪૮ લોકોને સરકારી ક્વોરેન્ટાઈન તાથા ૧૩૮ લોકોનેે હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા.  

ઉપરાંત તંત્ર દ્વારા ડાયાલીસીસ કેન્દ્રો માટેની ગાઈડલાઈનની સમજણ ડાયાલીસીસ કેન્દ્રોના સંચાલકોને વિડીયો કોન્ફરન્સ મારફતે આપવામાં આવી હતી.