અન્નદાન મહાદાન ગરીબ લોકો ની જઠરાગીની ઠારી સેવા પરમો ધર્મ કરતુ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ-ભુજ

 સમગ્ર કચ્છ માં લોકડાઉન ની પરિસ્થિતિ કાર્યરત છે ત્યારે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અન્નદાન મહાદાન ગરીબ લોકો ની જઠરાગીની ઠારવા નો યજ્ઞ  સક્રિય છે સેવા પરમો ધર્મ સમજી રોજના ૩૦૦ જેટલા ફુડ પેકેટ અને ૪૦૦ જેટલા લોકો નું ભોજન ગરીબ પરિવારો ને અપાઈ રહ્યું છેઆ સેવા કાર્ય ભુજની વિવિધ જરૂરીયાત મંદ પરપ્રાતીય લોકો ના ઝુપડે તેમજ રૈન બસેરા અને સરકાર શ્રી દ્વારા શરુકારાયેલા શેલ્ટર હોમ મધ્યે આ સેવાઓ અપાઈ રહી છે સંસ્થા દ્વારા આ સેવા લોક ડાઉન સુધી અવિરત કાર્યરત રહેશે આ સેવા ના મુખ્ય દાતાશ્રી વિનોદભાઈ ચાવડા ,માનીશ ભાઈ બારોટ ,કાનજીભાઈ કેરાઈ (નારાણપર),રાજુભાઈ ઠક્કર ,વગેરે દાતાશ્રીઓ સતત મદદ કરી રહયા છે.