ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના રોટલી નગરમાં રહેતા ૧૯ વર્ષીય નરેન્દ્ર ઉર્ફે નેનિયો રૂપા રામની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી તત્કાલીન પોલીસે ગુનો નોંધાયા બાદ તપાસ શરૂ કરી હતી દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ અલગ અલગ ભાષાઓમાં તપાસ શરૂ કરીને બે શખ્સોને ઝડપી પાડયા હતા જેમાં ભારત મદનલાલ ચૌહાણ અને સંજય ઉર્ફે મોહિત માંગીલાલ ચૌહાણ ને ઝડપી પાડયા હતા બંને આરોપીઓની પૂછપરછમાં મૃતક નરેન્દ્ર નો જે છોકરી સાથે પ્રેમ હતો તે અગાઉ તે છોકરી સાથે ભરત ચૌહાણ ને પ્રેમ સંબંધ હતો બાદમાં તે છોકરીઓ ભરત ને છોડી દીધો હતો જેનું મન દુઃખ રાખીને ભરતે સંજય સાથે મળીને હત્યા કરી હતી પોલીસે બંને આરોપીઓને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે