ભચાઉના મૃતકનો રીપોર્ટ નેગેટીવ: માધાપરની બીજી મહિલા કોરોનામુક્તઃ હવે રેપિડ ટેસ્ટ શરૂ

કોરોનાની મહામારી વચ્ચે ગત રાત્રે જી.કે. જનરલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલાં એક શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતાં આરોગ્ય તંત્રને રાહત થઈ છે. માધાપરની ક્રિષ્નાપાર્ક સોસાયટીના પરિવારની પુત્રવધૂનો રીપોર્ટ પહેલીવાર નેગેટીવ આવ્યો છે. તંત્રએ ગઈકાલે મોકલેલાં સેમ્પલોના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે. જો કે, તે પૈકી અકિલા લખપતની વૃધ્ધા અને ગાંધીધામના એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ આજે ફરી મોકલાશે. ગત રાત્રે ભચાઉના નારણસરી-કટારીયા રોડ પર રહેતાં 65 વર્ષિય પોપટ ભગા કોલી નામના વૃધ્ધને છાતીમાં દુઃખાવો, શ્વાસમાં તકલીફ, અકીલા તાવ અને ઉલટી જેવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે ગંભીર હાલતમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. આરોગ્ય વિભાગે તેને શંકાસ્પદ દર્દી ગણીને સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતા. દરમિયાન, પોપટ કોલીનું મૃત્યુ નીપજતાં આરોગ્ય તંત્રમાં ચિંતા છવાઈ હતી. જો કે, પોપટ કોલીનો રીપોર્ટ નેગેટીવ આવતાં તંત્રને હાશ થઈ છે. આરોગ્ય વિભાગે સવારે પોપટ કોલીને 40 વર્ષનો યુવક ગણાવી ભાંગરો વાટ્યો હતો પરંતુ પોપટભાઈ 65 વર્ષના વૃધ્ધ હતા અને ખેતમજૂરી કરતા હતા તેવો સાંજે ખુલાસો કર્યો છે. માધાપરના સોની પરિવારની કોરોનાગ્રસ્ત પુત્રવધૂનો રીપોર્ટ પણ આજે પહેલીવાર નેગેટીવ આવ્યો છે. અગાઉ સાસુ કોરોનામુક્ત થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, આજે ફરી સેમ્પલ લેવાયું છે. જો આવતીકાલે તેનો રીપોર્ટ નેગેટીવ આવશે તો અમે આવતીકાલે તેને હોસ્પિટલમાંથી રજા આપી દઈશું. દરમિયાન, લખપતના આશાલડીના વૃધ્ધા અને ગાંધીધામના એક શંકાસ્પદ દર્દીના રીપોર્ટ અસ્પષ્ટ રહેતાં બંનેને સેમ્પલ આજે ફરી મોકલાશે.