ભચાઉ નગરપાલિકા દ્વારા શહેરને સેનેટાઈઝ કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોÂસ્પટલો અને બિલ્ડીંગોને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. કર્મચારીઓ દ્વારા હેન્ડપંપ મશીન અને ફાયરફાયટર મારફતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં સેનીટાઇઝેશન કરાઇ રહ્યુ છે.