કોરોના વાયરસના કારણે ઉપયોગી મદદરૂપ થવાના હેતુથી કચ્છના ૩ નિવૃત શિક્ષકોએ પેન્શનની રકમ અર્પણ કરી હતી. જિલ્લાના ત્રણ નિવૃત શિક્ષક મિત્રોએ પોતાના જીવનની અમુલ્ય મુડી એવી પેન્શનની રકમ એવી કુલ બે લાખથી વધારે અંદાજિત ૧ થી પ માસ જેટલી રકમ કલેકટર પ્રવિણ ડી.કે.ના હસ્તેમુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવી પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયું છે. તે પૈકી ભૂજ ની ઇ.ક.વિ. પ્રા.શાળાના નિવૃત્ત શિક્ષિકા બીનાબેન નવીનચંદ્ર મેર ૧,રપ,૦૦૦ નો ચેક, જિલ્લા કચ્છ પ્રવીણ ડી.કે.ને અર્પણ કર્યો હતો જયારે નાગલપુર પ્રા.શાળાના નિવૃત મુખ્ય શિક્ષીકા અનસુયાબેન જે.પોલરાએ રૂ.પ૦.૦૦૦ તથા નખત્રણાના નિવૃત શિક્ષક સોની રવજી કેશવજી રૂ.ર૭૪૧૮ નું આર્થિક યોગદાન મુખ્યમંત્રી રાહતફંડમાં અધિક કલેકટરને તથા પ્રાંત અધિકારીને ચેક આપી પ્રેરક ઉદાહરણ પુરૂ કનિદૈ લાકિઅ પાડયું હતું. આ અંગે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે કોરોનાની મહામારી સામે લડતમાં જિલ્લાના ૮પ૦૦ શિક્ષકોએ તો એક દિવસના પગારનું યોગદાન આપ્યું છે. પરંતુ આ નિવૃત પ્રા.શિક્ષકોએ અનુક્રમે પાંચ માસ. બેમાસ અનેએક માસનું પેન્શનની રકમનુંયોગદાન આપી પ્રશંસનીય કાર્ય કર્યુ છે.