રૃપિયા ર૦ લાખના બીડી, ગુટખા સાથે રાપરનો વેપારી ઝડપાયો

લોકડાઉનમાં પણ કાળા બજારીમાં બીડી ગુટખાનો માલ વેંચાઈ રહ્યો છે. ત્યારે, રાપરમાં એક મોટા ગજાનો વેપારી લાખો રૃપિયાના જથૃથા સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે ચાર જુદા જુદા ગોડાઉનમાંથી માલ પકડી પાડયો હતો. રાપરમાં હોલસેલ વેપારી શંકરલાલ નેણશી ઠકકર વેપારી તેના ઘરે ઉંચા ભાવે બીડી, તમાકુ અને ગુટખાનો જથૃથો વેંચતો હોવાની બાતમી પોલીસને મળી હતી. સલારી નાકે આવેલા ચાર ગોડાઉનમાંથી ચોરી છુપીથી માલ કાઢીને ઘરે આવી વેંચાણ કરતો હોવાનું ધ્યાને આવતા પ્રોબેશનલ ડીવાયએસપી ઋતુ રાબાની આગેવાનીમાં પોલીસ કાફલો ત્રાટકયો હતો. વેપારીના ચાર ગોડાઉનમાંથી લાખોની કિંમતનો જથૃથો મળી આવ્યો હતો. ટ્રેકટરમાં જથૃથો લઈ જવો પડે એટલો લાખો રૃપિયાનો જથૃથો મળી આવ્યો હતો. ૨૦ લાખનો જથૃથો હોવાનું જાણવા મળે છે.