રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકામાં રાપર ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા છ હજાર જેટલી રાશનકીટનું વિતરણ કરાયું તેમજ અવિરત રસોડુ પણ ચાલુ સહિત અન્ય ઘણી સેવાકીય પ્રવુતિઓ ચાલુ.
રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોક્બેન ભચુભાઇ આરેઠીયા દ્વાર હાલની કોરોના મહામારીની ખુબજ વિકટ સ્થિતિને ધ્યાને લઈ અગાઉ પણ ચાલીસ હજાર જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું તદઉપરાંત રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકાઓ એમ વાગડ વિસ્તારના જુદા જુદા ગામડાઓમાં છ હજાર જેટલી રાશનકીટોનું વિતરણ કરાયું.સતત જાગૃત અને પર્યત્નસીલ ધારાસભ્યશ્રી અને કોંગ્રેસ આગેવાન ભચુભાઈ આરેઠીયા તેમજ હાલમાં પણ અવિરત સેવા કાર્ય ચાલુ રાખેલ છે.આ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતું કે રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના ભચાઉ તાલુકાનો છેવાડાનો ખડીર વિસ્તારના ધોળાવીરા ,ખારોડા ,કલ્યાણપર ,જનાણ ,બાંભણકા ,રતનપર ,ગણેશપર ,ગઢડા ખડીર , અમરાપર , તથા ચાપર સહિત ની નાની મોટી વાંઢોમાં રહેતા અતિ શ્રમિક અને ખાસ જરૂરીયાત મંદ કે જેઓને ખરેખર એક ટંક ભોજનની પણ તકલીફ પડે છે તેવા લોકોના ઝૂપડા સુધી કીટો આ વિસ્તારના આગેવાનશ્રીઓ મારફત પહોચાળાઇ હતી.તેમજ રાપર તાલુકાની વાત કરીએ તો રાપર તાલુકાના શીરાવાંઢ,રાસાજી ગઢડા ,લોદ્રાણી ,વેરસરા ,જોધરાઈવાંઢ ,ડોરાથાણું ,બેલા ,ધબડા ,બાલાસર ,લાકડાવાંઢ ,જાટાવાડા ,વ્રજવાણી ,મૌવાણા ,આણદપર ,ખારસરવાંઢ ,ડાવરી ,શીવગઢ ,દેશલપર ,નાની રવ , મોટીરવ ,ગેડી ,ફતેહગઢ ,માંજુવાસ ,ખાંડેક,શાનગઢ ,જેસડા ,નારણપર ,ગવરીપર ,વણોઇ , વણોઇવાંઢ ,સુવઇ ,ખેંગારપર ,થાનપર ,સેલારી ,મોમયમોરા ,સણવા ,ફુલપરા ,મોડા ,કાનપર ,કલ્યાણપર ,ત્રબો ,કુડા જામપર ,વજેપર ,પાલનપર ,કારૂડા ,હમીરપર નાની અને હમીરપર મોટી ,બાંભણસર ,લાખાગઢ ,ઉમીયા ,પ્રાગપર ,પગીવાંઢ ,રામવાવ ,નીલપર ,વલ્લભપર ,સોનલવા ,ભુટકીયા ,ભીમાસર ,આડેસર ,વીજાપર ,નાંદા ,છોટાપર ,સઈ ,ખીરઈ ,બાદરગઢ ,સરસલા ,ગોવિંદપર ,બાદલપર ,કીડિયાનગર ,સોમાણીવાંઢ ,વેકરા ,સુખપર ,માંખેલ ,સાય ,ઘાણીથર ,પલાસવા ,વરણું ,ગાગોદર ,કાનમેર ,જોધપરવાંઢ ,બાલાસરી ,પ્રતાપગઢ ,થોરીયારી ,કુંભારીયા ,પેથાપર ,ભીમદેવકા ,ફુલપરા(ભીમદેવકા) માણાબા ,નલિયાટીંબો ,શાણપર ,આણદપર સહિતના વિવિધ ગામડાઓ તેમજ 40 થી વધુ નાની મોટી વાંઢોમાં ટોટલ 6115 જેટલી કીટોનું વિતરણ ખાસ જરૂરીયાતમંદ પરીવારોને પુર્ણ કરાયું છે તદુપરાંત હાલમાં પણ આ રાશનકીટો અંગેનું વિતરણ પ્રકીયા ચાલુમાં છે.તેમજ રાપર શહેરમાં પણ 1500 જેટલી રાશનકીટનું વિતરણ પ્રકિયા પુર્ણ થયેલ છે તેમજ આ કાર્ય અવિરત પણે હાલના સમયમાં ચાલુ છે.તેમજ વધુમાં જણાવ્યુ હતું કોંગેસ પરીવારના સભ્યો કપરા કાળમાં હરહંમેશ ને માટે પ્રજાની પડખે ઊભા જ હોય છે ત્યારે હાલની મહામારીની સ્થિતિમાં પણ રાપર શહેરના નિરાધાર અને છુટક મજુરી કરતાં લોકો માટે રસોડુ માન.ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયાના સહયોગ થી કાર્યરત છે.તેમજ આપણા પાડોશમાં કોઈ ભુખ્યું ન સુવે તેની તકેદારી કોંગ્રેસ પરીવારનો એક એક સભ્ય રાખી રહ્યો છે.