માધાપરનાં એક પ્રવેશ દ્વારની દુકાન નજીક શટર પાસે ૪૫ વર્ષિય યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. લોકોના જણાવ્યા મુજબ ૩ કલાકથી આમજ બેભાન હાલતમાં પડ્યો છે જાગૃત નાગરિકોએ માનવજ્યોતને જાણ કરતાં સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ઇરફાન લાખાએ સ્થળ ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આ યુવાનને જનરલ હોસ્પીટલે પહોંચાડેલ. બેભાન યુવાનની ઓળખ થઇ શકી નથી. યુવાનનાં હાથમાં દવા-ગોળીઓ દેખાઇ રહી છે. મેડીકલની દુકાને દવા લેવા આવ્યો હોય એવું પણ હોઇ શકે.