ખાનપરની સીમમાં અંડરગ્રાઉન્ડ ટકામાંથી 3.36 લાખ નો દારૂ મળ્યો

આડેસર પોલીસે ખાનપરની સીમમાં ખેતરમાં રેડ પાડીને અંડરગ્રાઉન્ડ સિમેન્ટના ટકામાંથી 3.36 લાખ નો દારૂ ઝડપી પાડયો હતો રેડ દરમિયાન આઠમાંથી એક પણ આરોપી પોલીસને સ્થળ ઉપરથી મળ્યો નથી તમામની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરાઇ છે આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનપર ગામની સીમમાં આવેલ મારુ રામા કોહલી અને બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેંદો જીવણ કોલી એ દારૂ મંગાવીને ખેતરમાં સિમેન્ટના ટાંકા ની અંદર છુપાયો હોવાની બાતમી મળતા ખાનપર નાટક ખેતરમાં રેડ પાડીને અંડરગ્રાઉન્ડ ટકામાંથી રૂપિયા 336000 ની કિંમતનો 80 પેટીમાં 960 બોટલ અંગ્રેજી દારૂ ઝડપી પાડયો હતો પરંતુ રેડ દરમિયાન મહેન્દ્ર ઉર્ફ મેદીયો જીવણભાઈ કોલી રહે ગેલીવાડી રાપર, પુના ભાણા ભરવાડ રહે,રાપર,રામ વજા ભરવાડ રહે પલાસવા તા.રાપર અરવિંદ મહાદેવ દેસાઈ રહે રાપર,હિન્દા ભગુભાઈ ભરવાડ, રમેશ ઉર્ફે ગાંડીયો દેવશીભાઈ ભરવાડ રહે,બન્ને પ્રાગપર, શામજી જીણાભાઈ કોલી, પ્રવીણ કરશન કોલી રહે બન્ને ખાનપર તા,રાપર પોલીસના હાથમાં આવ્યા નથી સ્થળ ઉપરથી આ એક પણ આરોપી પોલીસને હાજરમળ્યા નથી પોલીસે તમામની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે