અંજારમાં નકલી P.I બની ફરતો શખ્સ અસલી પોલીસ ના હાથે ચડ્યો

અંજાર પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ મેઘપર બોરીચીમાં રહેતા પોલીસપુત્ર દિપક નાનજીભાઇ ચાવડાની ફરિયાદને ટાકીને વિગતો આપતા પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજના ભાગે મેઘપર બોરીચીમાં ગોલ્ડન સીટી પાસે પોલીસ બોર્ડ મારેલી એક ઇનોવા કાર “GJ 12 6200” ઉભી હતી તે વખતે દિપક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઉભેલી કારમાંથી અચાનક ત્રણ જણા ઉતરી આવી દિપકને રોકી લાઠીઓ વરસાવી દીધી હતી અને પોતે પી.આઇ. છે તેવી ઓળખ આપી હતી ત્યારબાદ પોલીસ પુત્રએ આ ત્રણ જણાની તપાસ કરાવતા એમાંથી કોઈ પોલીસવાળો ન હોવાની હકીકત મળતા આ ત્રણે જણામાંથી એક અંજાર તાલુકા શિવસેનાનો પ્રમુખ હોવાનું જણાઈ આવતા દિપકે તાત્કાલિક અંજાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઘટનાની ગંભીરતા પારખી પોલીસ તરત આ ત્રણે જણાને પકડી લીધા બાદ સઘન પૂછપરછ કરતા આ ત્રણે જણામાંથી એક અંજાર તાલુકા શિવસેનાના પ્રમુખ (1) ધવલ ભટ્ટ નીકળ્યો હતો જેની સાથે (2) મહેશ વેલજી ચાવડા  (લોહાર) અને (3) ઈનોવા ચાલક અંજારના ચિત્રકૂટમાં રહેતો ચંદ્રકાંત ઉર્ફે ચિંતન પરમાર નીકળ્યા હતા જેમાંથી ચિંતન પરમાર નાસી ગયો હતો આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ તપાસ હાથ ધરી છે પોલીસ પુત્રની સતર્કતાએ આવા અઠંગ અપરાધિઓને પકડવામાં પોલીસની મદદ કરી છે જે કબીલેદાદ છે