ખોડિયાર નગર વિસ્તારમાં જુગાર રમી રહેલા 3 ખેલીને 12 હજાર રોકડ સાથે ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિજન પોલીસ

ગાંધીધામમાં ખોડિયાર નગર વિસ્તારમાં જુગાર રમી રહેલા ત્રણ ખેલીઓને પોલીસે રૂ.12 હજાર રોકડ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન બાતમીના આધારે ખોડિયારનગર ઝુંપડા વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિર પાસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા જયંતી કમાભાઇ વાલ્મીકી, રહીમ હાજી રાયમા અને ઉમર ફતેહમામદ રાઉમાને રૂ.12,680 રોકડ અને રૂ.1,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.13,680 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.