તાલુકામાં બોલાડી અને ઝીંકડી ગામ વચ્ચેના માર્ગ ઉપર ગામના છોકરાઓને ઘરમાંથી બહાર કાઢવા બાબતની તકરારમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં સામસામી ફરિયાદ લખાવાઇ હતી.પોલીસે આપેલી માહિતી મુજબ બનાવ બાબતે સુલેમાન બાલુ મામદ મંધરિયા દ્વારા રઝાક કરીમ મંધરિયા, ઇબ્રાહીમ કરીમ મંધરિયા, જુશબ રમજુ મંધરિયા, મજીદ હુશેન મંધરિયા સામે હુમલો કરી ફ્રેકચર સહિતની’ ઇજા પહોંચાડવાની ફરિયાદ લખાવી હતી.જ્યારે નૂરમામદ હુશેન મંધરિયા દ્વારા ભચાયા સુમાર મંધરિયા, ખમીશા સુમાર મંધરિયા, સુલેમાન બાલુ અને આમદ ખમીશા મંધરિયા સામે ગુનો દાખલ કરાવાયો હતો. માતા પર પુત્રનો હુમલો બીજી બાજુ મુંદરા તાલુકાના લુણી ગામે માનકુંવરબા જોરૂભા સોઢા ઉપર તેમના પુત્ર પ્રભાતાસિંહે હુમલો કર્યો હોવાનો કિસ્સો પોલીસમાં નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ બે દીકરા વચ્ચે મિલકતના ભાગ બાબતની તકરારમાં આ ઘટના બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે.”