પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં આજે લોકડાઉન બંદોબસ્ત અંતર્ગત કાયદાના રક્ષકોએ હાથ ધરેલી કાર્યવાહીમાં જાહેરનામા ભંગ બદલ 142 જણ પકડાયા હતા અને તેમની સામે 135 ગુના દાખલ કરાયા હતા. જ્યારે’ 84 વાહન પણ ડિટેઇન કરાયા હતા. બિનજરૂરી રીતે આંટાફેરા મારનારા કે માસ્ક અથવા સેનિટાઇઝર વગર ફર્યા કરતા લોકો ઉપરાંત લોકડાઉન માર્ગદર્શિકાના નિયમોનો વિવિધ રીતે ભંગ કરનારા આજે કાયદાની ઝપટે ચડયા હતા.”