હજુ 189 સેમ્પલોમાથી 104 નેગેટિવ આવ્યા છે જ્યારે 2 પેન્ડિંગ છે અને 83 ના રિપોર્ટ ફરી લેવાતા દહેશતકચ્છમાં એક સાથે ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે જાણે કોરોનાએ કહેર વર્તાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છેત્યારે હજુ 189 સેમ્પલોમાથી 104 નેગેટિવ આવ્યા છે જ્યારે 2 પેન્ડિંગ છે અને 83 ના રિપોર્ટ ફરી લેવાતા કચ્છમાં દહેશતની લાગણી વ્યાપી છે કચ્છમાં અલગ-અલગ પ્રાંત અને વિસ્તારમાંથી આવતા લોકોની પહેલેથી ચિંતા વ્યકત થઈ રહી હતી. આજે એક સાથે ૧૪પોઝીટીવ કેસ નોંધાતા વધુ ઘેરી ચિંતા બની છે. આ તમામ કેસની ટ્રાવેલીંગ હિસ્ટ્રીબહારથી કચ્છમાં આવ્યા હોવાની છે. આજે આવેલા ૧૪ કોરોના પોજીટીવ કેસમાં ૨ મહીલા અને ૧૨ પુરુષનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉ તાલુકાના આઠ કેસ છે જે પૈકી સામખીયાળી-૨, આધોઈ-૨, કટારીયા-૧,ખારોઈ-૧, વોંધ-૧ અને ધારણા-૧ નો સમાવેશ થાય છે. જ્યારે અબડાસા પંથકમાં નોંધાયેલા ૪ કેસ પૈકી કોઠારા-૨ અને નલીયા-ર છે. આ ઉપરાંત માંડવી તાલુકામાં કોડાય અને મસ્કામાં ૧-૧ મળી બે કેસ નોંધાયા છે. આમ કુલ એકજ દિવસમાં ૧૪ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ કામગીરીમાં પરોવાયું છે. આ દર્દીઓને ભચાઉ તાલુકાના આદિપુર ખાતેની સ્પેશ્યલ કોવીડ-૧૯ હોસ્પિટલમાં જ્યારે અબડાસાના ૪ દર્દીઓ અને માંડવી તાલુકાના બે દર્દીઓને મુંદરાની હોસ્પિલમાં સારવાર માટે ખસેડવાની આરોગ્ય વિભાગે તજવીજ હાથ ધરી છે.કાલે કચ્છમાં એક સાથે ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગામડાઓને સજ્જડ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ વિવિધ વિસ્તારોમાંથી લોકો કચ્છમાં આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તેમના રિપોર્ટ માટે સેમ્પલો પણ લેવામાં આવી રહયા છે જેમાં શનિવારે 200 અને રવિવારે 150ના સેમ્પલ લેવાયા હતા તે પૈકી 189 માંથી 104 નેગેટિવ 2 પેન્ડિંગ, બાકી 83 ના રિપોર્ટ ફરી લેવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી રહી છે જેથી વધુ કોરોના પોઝિટિવની ભીતિ પણ વ્યક્ત થઇ રહી છે કચ્છમાં મુંબઈ સહિત વિવિધ પ્રાંત અને વિસ્તારમાં વસતા કચછીઓએ કોરોના વાયરસ અને લોક ડાઉનની સ્થિતિમાં પોતાના વતનની વાટ પકડી છે દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છમા કોરાના વાયરસ ફેલાવાની દહેશત પણ વધી રહી હોવાની દહેશત વ્યક્ત થઇ રહી છે