દુકાનમાં આગથી 70 હજારની રોકડ સ્વાહા : સદભાગ્યે ગેસનો બાટલો બ્લાસ્ટ ન થતાં મોટી દુર્ઘટના ટળી

માંડવી તાલુકાના બિદડા ગામમાં મુખ્ય બજારમાં રવિવારે વહેલી સવારે આશાપુરા પાઉંભાજી (મોમાય સ્વીટ ફરસાણ) નામની દુકાનમાં અચાનક આગ લાગતાં દોડદામ મચી જવા પામી હતી. આગ શોટ-સર્કીટનાં કારણે લાગી હતી તેવુ અનુમાન લગાવાઈ રહ્યું છે. આગથી 70 હજારની રોકડ સ્વાહા થઇ ગયાં હતાં. આ બનાવના પગલે આજુ-બાજુંમાં રહેતા લોકો દોડી આવી આગને કાબુમાં કરી હતી. સદનસીબે ગેસનો બાટલો બ્લાસ્ટ ન થતાં એક મોટી દુર્ઘટના ટળી હતી. દુકાનમાં રહેલી રોકડ રકમ રૂા. 70 હજાર બળીને ખાખ થઈ ગઇ હતી. તેમજ ફરસાણ બનાવવાની સામગ્રી, વાસણો પણ સ્વાહા થઈ ગયા હતાં. વેપારીને વ્યાપક નુકસાન થયું હતું. દુકાનના માલીકે જણાવ્યું કે, બાજુની દુકાનમાંથી ફોન આવ્યો કે તમારી દુકાનમાં આગ લાગી છે. તેથી દુકાનમાલીક તરત ઘટના સ્થળે પહોંચી આજુબાજુના લોકોની મદદ લઈ અડધા કલાકમાં જ આગને કાબુમાં લીધી હતી.