Skip to content
મુન્દ્રા તાલુકાના લૂણી ગામે જમીનના ભાગલા મુદ્દે પૂત્રએ ઘરમાં તોડફોડ કરી માતાને લાકડીઓ ફટકારી હોવાનો બનાવ પોલીસ દફ્તરે નોંધાયો હતો. મુન્દ્રા પોલીસ કોસ્ટલ મથકે માનકુંવરબા જોરૂભા સોઢા (રહે લૂણી તા મુન્દ્રા)ની ફરીયાદને ટાંકીને ફરિયાદીના બે પુત્ર છે જે પૈકી અલગ રહેતા મોટા પુત્ર પ્રભાતસિંહ જોરુભા સોઢાએ જમીનના ભાગલા બદલ અસંતોષ દાખવી ઘરની દીવાલ ઠેંકી આંગણામાં પ્રવેશ્યો હતો. અને તેમાં પાર્ક કરેલી અલ્ટો કારના કાંચની તોડફોડ કરી માતાને લાકડીઓ ફટકારી માર માર્યો હતો. બનાવને પગલે ગામ લોકોએ પુત્ર પ્રત્યે ફિટકારની લાગણી વ્યક્ત કરી હતી. પોલીસે પ્રભાતસિંહ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.