બોટાદ નગરપાલિકા દ્વ્રારા શહેરના જુદાં જુદાં સ્થળોને સેનેટાઈઝ કરાયા

બોટાદ નગરપાલિકા ચિફ ઓફીસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ

બોટાદ નગરપાલિકા ચિફ ઓફીસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ શહેરના જુદા જુદા સ્થળો જેવા કે જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, નગરપાલિકા કચેરી, શેલ્ટર(ભગવાનપરા સ્કુલ શાળા, અલાના સ્કુલ, આદર્શ હોસ્ટેલ, મોડેલ સ્કુલ, દક્ષિણામૂર્તિ વિદ્યાલય, શંકરપરા પ્રા.શાળા), કવોરેન્ટાઈન થયેલ એરિયા (વોરાવાડ) તથા ખોજાની વાડી, ભાવનગર રોડ(ચામુંડા પાર્ક), બોટાદ પોલીસ સ્ટેશન, બોટાદ શહેરમાં આવેલી તમામ રેશન શોપને સેનેટાઈઝ કરવામાં આવી.બોટાદ શહેરમાં મેઈન રસ્તાઓ, ગામ વિસ્તાર, પરા વિસ્તાર, ભાવનગર રોડ, ગઢડા રોડ, પાળીયાદ રોડ, ટાવર રોડ, વેજીટેબલ માર્કેટ, સ્ટેશન ચોક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, નાગલપર ગેટ, ખોજાની વાડી, SVP અન્ડરબ્રીજ, ભગવાનપરા પ્રા.શાળા, અલાના સ્કુલ, આદર્શ હોસ્ટેલ, મોડેલ સ્કુલ, શંકરપરા પ્રા.શાળા, કોવીડ- ૧૯ ટ્રીટમેન્ટ હોસ્પીટલ-સાળંગપુર તેમજ બોટાદ શહેરના તમામ-૧૧ શૌચાલય તથા જાહેર મુતરડીઓની સફાઈ કરવામાં આવી હતી.આ ઉપરાંત કવોરન્ટાઈન થયેલ એરિયા(વોરાવાડ) ડોર ટુ ડોર કલેક્શનની કરવામા આવી હતી તેમજ તુરખા રોડ, કારકુન લાઈન થી કચરો ભરી સ્વચ્છતા અંગે ઝુંબેશ હાથ ધરાઈ હતી