કપાયામાં જુગાર રમતા પાંચ ખેલી પકડી પડાયા

મુંદરા તાલુકાના કપાયામાં જુગાર રમતા પાંચ ખેલીને સ્થાનિક પોલીસે પકડી પાડ્યા હતા. પંચાયતના પાણીના ટાંકા પાછળ આવેલી બાવળની ઝાડીમાં ગંજીફા વડે જુગાર રમતા રાજુભાઈ રામાભાઈ પાતર, વનરાજસિંહ ગોપાલજી રાઠોડ, કરસન વીરમ આપડી, ભોલા નારાયણ ભટ્ટ અને ડુંગર પ્રેમસીંગ ઠાકુર રૂા.૬પપ૦ની રોકડ સાથે ઝડપાયા હતા