Skip to content
પતિ, સાસુ-સસરા અને દિયર વિરૂદ્ધ મહિલા પોલીસ મથકે નોંધાયો ગુનો ભુજ તાલુકા ના મીરજાપર ગામે પરિણીતાને સાસરિયાઓ દ્વારા દહેજ મુદ્દે શારીરિક માનસિક ત્રાસ અપાતા ફોજદારી ગુનો નોંધાયો છે. બનાવને પગલે ભુજ મહિલા પોલીસ તપાસ આદરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નયનાબેન હિતેશભાઈ બુચિયા (ઉ.વ.ર૪) (રહે. મૂળ મિરજાપર, તા.ભુજ હાલે રહે. ગણેશનગર, નખત્રાણા)એ પોતાના પતિ હિતેષ હરીલાલ બુચિયા, સસરા હરીલાલ હીરજીભાઈ બુચીયા, સાસુ ધનીબેન હરીલાલ બુચિયા અને દિયર દીપેશ હરીલાલ બુચિયા સામે મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેના પતિ સહિત સાસરિયાઓ દ્વારા દહેજની માંગ કરીને અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. તેમજ પતિ, સસરા અને દિયર દ્વારા મારકૂટ કરાતા પરિણીતાએ ભુજ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી