આ જુવો હેવાનિયત જેતપુરમાં માતા-પિતા વચ્ચે સુતેલી 6 વર્ષની બાળકીનું અપહરણ કરી અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું

જેતપુરમાં લોકડાઉન વચ્ચે 17 મેની મધરાત્રે ફૂટપાથ પર સૂતેલી 6 વર્ષની બાળકીનું અજાણ્યા શખ્સે અપહરણ કરી બાજુની શેરીમાં લઇ ગયો હતો. બાદમાં આ શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ ચીસાચીસ કરી મુકતા પરિવારજનો દોડી ગયા હતા. લોકો એકત્ર થવા લાગતા આ શખ્સ નાસી છૂટ્યો હતો. આ શખ્સ ભાગતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોક્સો, અપહરણ સહિતનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ગરમીના કારણે શ્રમિક પરિવાર ફૂટપાથ પર સુતો હતોજેતપુરના નવાગઢ વિસ્તારમાં ગઢની રાંગ પાસે રહેતો શ્રમિક પરિવાર ગરમીના કારણે પોતાના ઝુપડાની બહાર ફૂટપાથ પર સુતો હતો. ત્યારે મોડીરાત્રે માતા-પિતા વચ્ચે સુતેલી 6 વર્ષની બાળકીને અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. થોડે દૂર બાજુમાં આવેલી શેરીમાં લઇ જઇ હેવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આથી બાળકી ચીંસો પાડવા લાગી હતી. આથી નજીકમાં રહેતા કેટલાક લોકો જાગી ગયા હતા અને દોડી ગયા હતા. લોકો આવતા જ અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો.