પધ્ધરની ત્રણ વાડીમાંથી કેબલ અને માનકુવા નિરોણામાંથી બાઇકની કરી હતી તસ્કરી

શેખપીર પાસેથી બે રીઢા તસ્કરો ઝડપતી એલસીબી

પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે શેખપીર પાસે રહેતા રીઢા તસ્કરોને દબોચીને પધ્ધર પોલીસના ત્રણ કેબલ ચોરીના બનાવો અને માનકુવા અને નિરોણાના બાઇક ચોરીના બનાવોનો ભેદ ઉકેલી લીધો છે. બન્ને રીઢા ચોરો પાસેથી મુદામાલ રિકવર કરી પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમે બાતમીના આધારે શેખપીર કાર્ગો ફાર્મની બાજુમાં રહેતા આરોપી હાસમ ઉર્ફે હાસીયો ઓસમાણ વાંઢા (ઉ.વ.31) અને અલી ગુલામ હુશેન ઉર્ફે ગુલમામદ જત (ઉ.વ.22) રહે સરાડો (ખાવડા)ને ઝડપી લીધા હતા. આરોપીઓએ ભુજ તાલુકાના હબાય ગામની સીમમાંથી, તેમજ વાવડી ગામની સીમ અને નાની રેલડી ગામની સીમમાંથી ચોરેલ કોપર કેબલ 53 કિલો કિંમત 17,490નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ માનકુવા પોલીસ મથક અને નિરોણા પોલીસ મથકની હદમાં ચોરેલા બુલેટ અને મોટર સાયકલ તેમજ આરોપીના કબજામાંથી એક મોબાઇલ સહિત 1,75,490નો મુદામાલ કબજે કરીને બન્ને આરોપીઓ સામે આગળની કાર્યવાહી કરવા પોલીસ મથકને ગુનો નોંધાવી સોંપવામાં આવ્યા હતા