Skip to content
લોકડાઉનના તા. 25-3થી 17-5 સુધીના સમયગાળા દરમ્યાન ભુજના બી-ડિવિઝન પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરતા 1724 ઇસમો વિરુદ્ધ કુલ્લ 1501 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જ્યારે 2214 વાહન ડિટેઇન કરી દંડ રૂા. 15,66,500 તેમજ માસ્ક દંડ ઇસમોને દંડ રૂા. 1,60,050 વસૂલી લોકડાઉનની કડક અમલવારી કરાવાઇ છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે જાહેર થયેલા જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવા સરહદી રેન્જ ભુજના આઇ. જી. સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા તથા નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલની સૂચના અને માર્ગદર્શન મુજબ લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ કરતા’ ‘ઇસમો વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર.એન. ખાંટ, પી.એસ.આઇ. એ. એન. ભટ્ટ, વી.આર. ઉલ્વા તથા પોલીસ સ્ટાફે કડક અમલવારી કરી હોવાનું બી-ડિવિઝન પોલીસ કચેરીની યાદીમાં જણાવાયું છે