ગાંધીધામમાં જીપ હડફેટે બાઈકચાલકનું મોત

શહેરના ભારતનગરના છેલ્લા રોડ ઉપર બોલેરો પિકઅપની હટફેટે ચડતાં બાઈકચાલક રાહુલ બનવારીલાલ શર્મા (ઉ.વ. 26) નામના યુવાનનું મોત થયું હતું. ગળપાદરની શાંતિલાલ હરિઓમ રેસિડેન્સીમાં રહેનારો રાહુલ શર્મા નામનો યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે ભારત નગરની પછવાડે છેલ્લા માર્ગ ઉપર પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ પાસે પહોંચ્યો હતો ત્યારે તેને અકસ્માત નડયો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પૂરપાટ માતેલા સાંઢની જેમ દોડતી આવતી બોલેરો પિકઅપે આ બાઈક નંબર એમપી- 41-બી-3486ના ચાલકને હડફેટમાં લીધો હતો, જેમાં તેને માથા, પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં અકસ્માત નોતરી નાસી જનારા બોલેરોચાલક વિરુદ્ધ ગોપાલ માંગીલાલ શર્માએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી