કચ્છના ન્યાયધીશોએે ઘર બેઠા અરજન્ટ મેટર ચલાવવા હાઇકોર્ટનો આદેશ

 

ભુજ. કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં કોરોના વાયરસ ફેલાય નહીં તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કચ્છના ભુજ, અંજાર ગાંધીધામ અને ભચાઉના ન્યાયધીશોને 20મેથી 31મે સુધી તેમજ બીજો હુકમ ન થાય ત્યાં સુધી સવારે અગ્યારથી એક દરમિયાન એપલેટ કોર્ટનો ચાર્જ સંભાળવા અને અરજન્ટ મેટર ઘર બેઠા ચલાવવા આદેશ કર્યો છે.જેમાં 20મેથી 25 મે દરમિયાન ભુજ મધ્યેની તમામ એપેલેટ કોર્ટનો ચાર્જ અગ્યારમાં અધિક ડિસ્ટ્રીકટ જજ આર.વી.માંડાણી, 26થી 27 મે સુધી સાતમા અધિક ડિસ્ટ્રીકટ જજ સી.એમ.પવાર, અને 28મેથી 31 મે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આઇ.ડી.પટેલને ચાર્જ સંભાળવાનો રહેશે. તેમજ અંજાર કોર્ટના છઠ્ઠા અધિક ડિસ્ટ્રીકટ જજ ડી.જે.મહેતાને અંજાર મધ્યેની તમામ કોર્ટનો ચાર્જ 20 મેથી 25મે સુધી, તો આઠમાં અધિક ડિસ્ટ્રીક્ટ જજ એચ.એચ.કનારાને 26થી 31મે સુધી ચાર્જ સંભાળવાનો રહેશે. જ્યારે ગાંધીધામ કોર્ટના બીજા અધિક ડિસ્ટ્રીક્ટ જજ આર.જી.દેવધરા, ગાધીધામ મધ્યેની તમામ અદાલતોનો ચાર્જ 20મેથી 25 મેસુધી સંભાળવાનો રહેશે જ્યારે પાંચમાં અધિક ડિસ્ટ્રીક્ટ જજ જે.એમ.બ્રહ્મભટ્ટને 26મેથી 31 મે સુધીનો ચાર્જ સંભાળવાનો રહેશે ભચૌ કોર્ટના દસમાં અધિક ડિસ્ટ્રક્ટ જજ એમ.એફ.ખત્રીને 20મેથી 31મે સુધી ભચાઉની તમામ એપલેટ કોર્ટનો ચાર્જ સંભાળવાનો રહેશ તેમજ હાલના સંજોગોને ધ્યાને લઇને પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ મુન્દ્રા-નખત્રાણા પોતાની ફરજ પોતાના હેડક્વાર્ટર મધ્યે જ બજાવવાની રહેશે તેમજ નલિયાનો સ્પેશીયલ પોતાના હસ્તક રાખવાનો રહેશે કચ્છની તમામ અદાલતોના ન્યાયધીશોએ પોતાના ઘરે બેસીને અરજન્ટ મેટર ચલાવવા હાઇ કોર્ટે આદેશ કર્યો છે. તેમજ અરજન્ટ મેટરોનું ફાઇલીંગ ઈ-ફાઇલીંગ પધ્ધતિથી જ કરવાનુંરહેશે.ઉપરાંત અરજન્ટ મેટરની સુનાવણી ઝુમ ક્લાઉડ મીટીંગ એપ દ્વારા વિડીયો કોન્ફરન્સથી કરવાની રહેશે. વધુમાં ચાર્જ સમયે હાજર રહેનાર એપલેટ કોર્ટ તથા સિવિલ કોર્ટના કર્મચારીને એફીડેવીટના પાવર સિવિલ મેન્યુઅલની જોગવાઈ હુકમ મુજબ આપવામાં આવે છે. 
ઈ-મેઇલ મારફતે મળે અર્જન્ટ મેટરો બાબતે સંબંધિત કર્મચારી યોગ્ય નિયત કાર્યવાહી કરવાની રહેશે તેમજ ત્યાર બાદ તે મેટર પ્રિસાઇડિંગ ઓફિસર સમક્ષ યોગ્ય હુકમ અર્થે મૂકવાની રહેશે વધુમાં નિયુક્ત થયેલ કર્મચારીઓ પક્ષકારો, વકીલો તરફથી ઉપસ્થિત થતા પ્રશ્નો બાબતે તેઓ દ્વારા કરવામાં આવતા ફોન બાબતે તેઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે