પધ્ધરમાં મકાન ઉપરથી પડી જતા શ્રમજીવીનું મોત

image_1589947675

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગામમાં મકાન નુ પ્લાસ્ટર કરતા માધાપરના  જૂના વાસમાં રહેતા ૨૬ વર્ષિય રવિભાઈ બુધાભાઈ સીજુ કામ કરતી વખતે ઉપરથી નીચે પડી જતા ગંભીર ઈજાઓ થઈ હતી અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ સારવાર નસીબ થાય તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં ખાવડા પોલીસે કહ્યું હતું કે સુમરા ફળિયામાં રહેતા સહેજાદ શકી મામદ લતીફ સુમરા ઉંમર વર્ષ 5 સાંજના સમયે પોતાના ઘરે ફળિયામાં રમતો હતો ત્યારે અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું તત્કાલીન સારવાર માટે ખસેડયા હતા પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે