જિલ્લા બહારથી આવનારા લોકોને ઘરબંધીમાં રાખવામાં આવે છે, છતાં અમુક લોકો નિયમોનું પાલન કરતા નથી’ ‘ ત્યારે ભચાઉના લખપત અને ચાંદ્રોડીમાં હોમ ક્વોરેન્ટાઈન રહેલા બે લોકો બહાર નજરે ચડતાં આ બન્ને વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ભચાઉના લખપત ગામમાં આવેલા રામમંદિર સામે એક મકાન બહાર અમુક લોકો બેઠા હતા ત્યારે કોઈએ તેમનો ફોટો પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે આધોઈના મેડિકલ ઓફિસર રોશન અમરત બલાત પાસે જઈ આમાંથી કોઈ હોમ ક્વોરેન્ટાઈન છે કે કેમ તેની તપાસ કરાવી હતી. દરમ્યાન લખપતમાં આવેલા અંબાવી ભચુ રાવરિયા ઘરબંધીમાં હોવાનું અને આ ફોટોમાં પોતે બહાર બેઠેલા નજરે ચડયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારી આ વ્યક્તિ વિરુદ્ધ રોશન બલાતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બીજીબાજુ ચાંદ્રોડી ગામમાં પણ આવી જ ફરિયાદ થઈ હતી. લાકડિયા પોલીસ આ ગામમાં પેટ્રોલિંગમાં નીકળતાં રામ મંદિરના ઓટલા ઉપર બેઠેલા રાહુલ નરસી આહીરની પૂછપરછ કરવામાં આવી હતી. આ યુવાન મુંબઈથી અહીં આવ્યો છે. અને ઘરબંધીમાં હોવા છતાં ગામના ઓટલા ઉપર બેઠેલો ઝડપાઈ ગયો હતો. નિયમોનું પાલન ન કરનારા આ યુવાન વિરુદ્ધ ગામના સરપંચ ધરમશી ડાયા ચાડ (આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી