ભુજ, તા.20 : જિલ્લા ટ્રાફિક પોલીસ શહેરના રિક્ષાચાલકોને ખોટી રીતે કનડગત કરતી હોવાના આક્ષેપ સાથે ભુજ શહેર ઓટો રિક્ષા વેલ્ફેર એસોસિએશને યોગ્ય કાર્યવાહી કરવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈને રજૂઆત કરી છે. રિક્ષાચાલકને કોઈ પણ બહાને કનડગત કરી તેમની પાસેથી 500 રૂા.નો દંડ ફટકારી રિક્ષા પણ ડિટેઈન કરી લે છે. એસો.ના પ્રમુખ જનક ગોરે જણાવ્યું હતું કે, રિક્ષાચાલકો પાસે લાયસન્સ છે પણ તે રિન્યુ થયા નથી ત્યારે ખોટા બહાના હેઠળ દંડની વસૂલાત અયોગ્ય હોવાનું જણાવી હાલની સ્થિતિમાં રિક્ષાચાલકો માંડ 200 રૂા.નો ધંધો કરે છે ત્યારે 500નો દંડ કઈ રીતે ભરી શકે તેવો વેધક સવાલ યાદીમાં ઉઠાવ્યો હતો.’