થરાદના બેવટા ગામેથી 10 લાખના પોશડોડા પકડાયા, ભુજ આરઆરસેલ અને સાયબર ક્રાઇમનો છાપો

·        મોંઘેરી ગાડીમાં બે રાજસ્થાનીના કબ્જામાંથી જથ્થો મળ્યો

 

 

ભુજ. સરહદી રેન્જ પોલીસની રેપિડ રિસપોન્સ સેલ અને સાયબર ક્રાઇમ ટુકડીએ થરાદ વિસ્તારના બેવટા ગામેથી રાજસ્થાન પાસિંગની ફોરચ્યુનર કારમાંથી 10 લાખના પોશડોડાના જથ્થા સાથે બે રાજસ્થાનીને ઝડપી પાડયા છે. 
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, સરહદી રેન્જના આર આર સેલ અને સાયબર ક્રાઇમ પોલીસ થરા વિસ્તારમાં બાતમી આધારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બેવટા ગામ પાસેથી આર જે 14 યુઇ 7601 નંબરની ફોરચ્યુનર કારમાંથી 9,72,450 રૂપિયાનો પોશડોડાના જથ્થા સાથે બીરબલ કુમાર ઉર્ફે બલવીર બાબુલાલ લોળ (બિશ્નોઇ) અને શ્રવણકુમાર ઉર્ફે સન્નુ તાજારામ જાટ (રહે. બંને ભીનમાલ ઝાલોર)વાળાને પકડી પાડયો હતો. બંને આરોપીના કબજામાંથી પોશડોડા 324 કિલો 150 ગ્રામ (કિંમત રૂપિયા 972,450) અને ફોરચ્યુનર કિંમત રૂપિયા 10 લાખ ગણી પોલીસે કુલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં પીઆઇ વી. એસ. પટેલ, પી. કે. ઝાલા, એચ. એન. પટેલ અને આરઆરસેલની ટીમ તેમજ સાયબર પોલીસ અને ભુજ એસઓજીની ટીમ જોડાઇ હતી.