મોટી બાલાચોડના સરપંચ ઉપર લાકડીથી હુમલો કરાયો

અબડાસા તાલુકાના મોટી બાલચોડ ના જુથ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર ત્રણ શખ્સોએ લાકડાથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી નલિયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મોટી બાલાચોડ જુથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણગર કેશવગર ગોસ્વામી ઉંમર 40 વર્ષ ચાલી પોતાની વાડીએ થી મોટર સાયકલ પર આવતા હતા ત્યારે આરોપી મહાવીરસિંહ બળવંતસિંહ જાડેજા વિપુલસિંહ બળવંતસિંહ જાડેજા અને વિજયસિંહ દિલુભા જાડેજા એ સરપંચ ને ઉભા રાખીને તમે કેમ મને વિકલાંગ નો દાખલો કાઢી નથી આપતા અને મનરેગા નું કામ કેમ નથી આપતા તેમ કહીને ઉશ્કેરાઈને લાકડીથી હુમલો કરીને માર માર્યો હતો સરપંચ એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે