અંજાર ના ડબડામાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી

અંજાર શહેરમાં દબડા વિસ્તારમાં મેઘનાબેન મહેન્દ્ર ખાંડેકા (ઉ.વ.34)એ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.અંજાર શહેરમાં દબડા વિસ્તારમાં ભેલેનાથનગર ખાતે રહેતી મેઘનાબેન ખાંડેકાની અકળ આત્મહત્યાનો બનાવ પોલીસ દફતરે ચડયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ ગઇકાલે બપોરે મરનારે તેના ઘરમાં નાયલોનની દોરી વડે પંખામાં લટકી જઇને મોતનો માર્ગ અપનાવી લીધો હતો. આ કિસ્સામાં પણ નિમિત્ત બનેલાં કારણો હજુ સ્પષ્ટ થયાં નથી. અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે