ઘોરકળિયૂગ! સગા પિતાએ પોતાની પાંચ વર્ષની દીકરીને ખેતરમાં લઈ જઈ કર્યુ ન કરવાનું કામ

અમદાવાદ: દેશ માં એક તરફ કોરોના ની મહામારી છે ત્યારે એવા માં એવી ઘટનાઓ સામે આવી રહી છે જે સમાજમાં ચિંતા ઉભી કરી દે છે..અમદાવાદ ના સોલા વિસ્તાર માં આવીજ એક ઘટના સામે આવી છે ,સાંભળી ને તમે પણ આરોપી પિતા સામે ગુસ્સો કરી દેશો. શહેર ના સોલા વિસ્તાર માં આવેલ સોલા બ્રિજની નીચે રહેતા એક વ્યક્તિએ પોતાની 5 વર્ષ ની બાળકી ને નજીકના ખેતર માં લઈ ગયો અને જ્યાં તેને પોતાની સગી દીકરી ના ગુપ્ત ભાગ માં લાકડી નાખી દીધી.ત્યાર બાદ પરત ઘરે આવી ગયો હતો.આ મામલે જયારે ભોગબનનાર ની માતા ને ખબર પડી ત્યારે તેમને પોલીસ માં જાણ કરી અને પોલીસે પોસ્કો સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.વાત કંઈ એમ છે કે આરોપી ની 4 દીકરીઓ છે અને જેમાં ભોગબનનાર ત્રીજા નંબરની છે. કાલે સાંજે મોટી દીકરી ને ખ્યાલ આવ્યો કે ભોગ બનનારને ગુપ્ત ભાગમાંથી લોહી નીકળી રહયુ છે જે વાત ની જાણ તેને પોતાની માતાને કરી. જયારે ફરિયાદીએ દીકરીને પૂછ્યું ત્યારે તેને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું.ત્યાર બાદ ફરિયાદી અને આરોપી વચ્ચે બબાલ થઈ અને આરોપી ત્યાં થી ભાગી ગયો છે.પોલીસ હાલ આરોપી ને પકડવા કાર્યવાહી હાથ ધરી છે અને બાળકી ને સારવાર કરાવી આગળ ની કાર્યવાહી કરી રહી છે.