…ચલો દિલ્હી, “દિલ્હી અબ દૂર નહીં”
Train with happy kids - eps10 vector illustration.

મળતા સૂત્રો પ્રમાણે હવે દીલ્હી કચ્છથી દૂર નથી. સંકુલની વર્ષો જૂની માગણીનો ઉકેલ આવતાં આગેવાનોએ આવકારી……
કેટલાક વર્ષોથી ચાલતી માંગના અંતે આજથી કંડલા એરપોર્ટથી દિલ્હી માટેની ફ્લાઈટની શરૂઆત થઈ રહી છે. સૂત્ર અનુસાર આજે બપોરે પ્રથમ દિલ્હીની ફ્લાઇટ કંડલા એરપોર્ટ પર આવી પહોંચશે અને રવાના થશે. આ શરૂઆતને પગલે ગાંધીધામ,કચ્છના શીખ સમાજના આદરણીય શ્રી.વિમલ ગુજરાલ અને આદરણીય શ્રી.મહિંદર સિંઘે પણ આવકાર આપેલ છે તેવું ચર્ચામાં આવી રહ્યું છે.
આજથી દેશની રાજધાની દિલ્હી અને નૉર્થ વિસ્તારને કચ્છ સાથે હવાઈ જોડાણ મળી રહ્યું છે. આ પ્રથમ સ્પાઈસ જેટની ફ્લાઇટ બપોરના 2:55 વાગ્યે દિલ્હીથી પ્રવાસીઓને લઈને કંડલા એરપોર્ટ આવી પહોંચશે ત્યારે બીજી બાજુ કંડલા એરપોર્ટથી કચ્છના પ્રવાસીઓને લઈને 3:25 વાગ્યે ઉડાન ભરશે. કંડલા એરપોર્ટના ડાઇરેક્ટર શ્રી.સંજીવ મંઘલે જણાવ્યુ છે કે,પહેલી ફ્લાઈટમાંજ બન્ને તરફના મળીને 75થી વધુ પ્રવાસીઓ હશે. જે આવનારી પેઢી માટે સફળતાની શુભ સંકેત સમાન રહશે..તથા ઉલ્લેખનીય છે કચ્છના આર્થિક પાટનગરીનો દેશના જુદા જુદા વિસ્તારોમાં આર્થિક વહીવટ ચાલે છે. આ વહીવટના અંતે અન્ય દેશની સરખામણીમાં પણ વિકાસ થાય તેવી ટેક્નોલોજી હવે મળી રહી છે.
-ખાસ સૂત્રો અનુસાર