ચૂંટણીઓની મૌસમ પુરબહારમાં

રાજયમાં 8-વિધાનસભાની પેટા-ચુંટણીઑ ઘોષિત થઈ ગઈ છે. જેમાં કચ્છની નંબર-1 અબડાસામાં વિધાનસભાની પેટા-ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.
ત્યારબાદ નવા વર્ષે 2021માં 3-માસ મોકૂફ રખાયેલ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા-પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. આમ જોવા જઇયે તો રાજયભરમાં ચૂંટણીઓની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે.
ત્યારે કચ્છની અબડાસા નંબર-1ની વિધાનસભા પેટા-ચૂંટણીની ખાસ વાત કરીયે તો અહી એક જ વાર ચૂંટાય છે. વિધાનસભા પ્રતિનિધિ અબડાસાની જામ અબડાની ભૂમિ રિપીટ નથી કરતી પ્રત્યાશીતે તેવો ઇતિહાસ છે.
ઇતિહાસના પાનાં પલટાવા કમર કસી છે. ભાજપ તેમજ ઉમેદવારશ્રી પી.એમ ભાઈએ……..સામા પક્ષે લધુમતી સમાજના દબદવાવાળી તેમજ પાટીદારોના મિજાજવાળી આ સીટ પર કોંગ્રેસનો ગઢ સાચવી રાખવાની પૂરે-પૂરી ઉમિદ છે.
કોંગેસી પ્રત્યાશી ભાઈ ડો. શાંતિલાલભાઈ પાટીદારોમાંથી આવે છી. PMની જેમ જ સંબંધ સાચવવાવાળાની છાપ છે તો નાના અહીં અજાણ્યા પક્ષોમાંથી તેમજ અપક્ષો પણ થોકબંધ ઝંપલાવી સુસજ્જ થયા છે.એક રીતે જોઇયે તો પાસાં-પ્યાદા ગોઠવી પરસ્પર તલવારો તાણી લીધી છે. ચૂંટણી જંગ જીતવા….
ત્યારે કોરોનાના કપરાકાળમાં રાહતરૂપ અમ્રુત જેવા મીઠા વરસાદે કોરોનાના ખોંફને એકબાજુ કરી દીધું છે. ત્યારે સામે-સામે પક્ષોની તેમજ અપક્ષોની તૈયારી જોતાં આ બેઠક પર બંને પક્ષોમાંથી કોઈએ પણ આત્મવિશ્વાસમાં રહેવાનું નહીં તે પાલવે તે હકીકત છે.
હાં, એક વાતે પલ્લડું ભારે છે. ભાજપ ભાઇનું કે રાજયભરમાં વરસાદની લેરને મહેર હોંતા પ્રજાજનો, મતદાતાઓ ગુસ્સામાં નથી જે તનફેણ શાસકપક્ષ ભાજપ પરત્વે છે. તેથી ભાજપના નિરાંતનો શ્વાસ લઈ શકે તેમ છે. મહંદંશે આગળ રહેવાનો પણ કોંગ્રેસની તૈયારીએ નોંધપાત્ર છે. થોડી સહાનુભૂતિનો પણ લાભ મળવા કોંગ્રેસીઓને આશા છે.
અને હાં, સી.આર પાટીલ ભાજપા પ્રમુખ સક્રિય થઈ ગયા છે. આવતાવેંતે તો સામે હાર્દિકભાઈને કાર્યકારી મોટાભાએ બનાવી કોંગ્રેસે પણ પાસાં-પહોંળા પાડવા હિમ્મત કરી છે. અબડાસા વિધાનસભાનું પરીણામ પણ નોંધપાત્ર અને દૂરગામી હશે તે ડંકાની ચોંટે છે…..
-લેખન એચ.જે. સોની દ્વારા