નનસાડની યુવતી ઘરેથી ગુમ થઇ જતાં પોલિસ ફરિયાદ

molestation

નનસાડ ગામની સોસાયટીમાંથી 21 વર્ષીય યુવતિ ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ છે. શોધખોળ કરવા છતાં કોઈ ખેર મળી નથી. નનસાડ ગામની સુંદરવન સોસાયટીમાં રહેતા ઇંદુબેન પ્રવિણભાઇ પ્રજાપતિની ૨૧ વર્ષની દિકરી હેમાલિ શનિવારનાં બપોરે ઘરેથી કોઇને કંઇ પણ કહ્યા વગર કયાંક ચાલી જતા પરિવારે શોધખોળ કરવા છતા ખબર મળી ન હતી. તેના કારણે આખરે યુવતીની માતાએ ઇંદુબેને ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી.ગુમ થનાર યુવતિ શરીરે પાતળા બાંધાની રંગે ઘઉં વણઁની તેમજ જમણા હાથે અંગે્જીમાં HEMU લખાવેલનુ છુંદણાનું નિશાન છે.આ અંગે પોલિસએ વધુ તપાસ હાથ ધરી છે.

-મળતી માહિતી અનુસાર