પેટ્રોલીંગ દરમ્યાન એક્ટિવા લઈ જતાં વ્યક્તિ પર શંકા, આધાર-પુરાવા ન મળતા જબ્બે

હાલમાં ચાલતા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી દ્વારા અથવા અન્ય રીતે સમાચાર મળતા પોલીસ કને ફરિયાદો નોંધાતી હોય છે અનેક કાવતરા સામે આવતા હોય છે ત્યારે ભુજના સ્ટેશન રોડ પર આધાર પૂરાવા વિનાની એક્ટિવા સાથે યુવકની B-ડિવિઝન પોલીસે અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.સૂત્રો પ્રમાણે B-ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ભુજના ભુદરમલ પેટ્રોલ પંપ પાસેથી શંકાસ્પદ જણાતા એક્ટિવા લઇને જતા ગૌરવ હરપાલસિંહ બારોટ (ઉ.વ.22) રહે મહાદેવ નાકા મહાદેવ મંદિરની સામે વાળાને રોકી તેના કબજામાં રહેલી એક્ટિવાના કાગળો માંગતાં યુવક આધાર પુરાવાઓ આપી ન શકતાં પોલીસે તેને વાહન સાથે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી પ્રમાણે