ભુજમાં વાહનના પાર્કિંગ મુદે થયેલ બબાલમાં એક યુવાન ઘાયલ

મારામારીના બનતા બનાવોમાં વધુ એક બનાવ સામે આવતા મુખ્ય મથક ભુજના લાલટેકરી વિસ્તારમાં વાહન પાર્કિંગના મુદે મામલો બીચકાયો હતો. પોલીસ મથકેથી મળતી વિહતો અનુસાર ભાવેશ્વરનગરમાં ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા નીકુંજ શશીકાંતભાઇ સાતુંદા (ઉ.વ.30), જીજ્ઞાબેન નીકુંજભાઇ સાતુંદા (ઉ.વ.29) અને ભાર્ગવ શશીકાંત સાતુંદા (ઉ.વ.27)ને મૃદુલ શાહ અને તેના સબંધીઓએ ગણેશ એવન્યુ એપાર્ટમેન્ટમાં આવા જવાના માર્ગ વચ્ચે ગાડી પાર્ક કરવાના મુદે બોલાચાલી કરીને હાથ-નાક અને માથાના ભાગે ધારદાર વસ્તુથી ઇજા પહોંચાડી ઘાયલ કર્યા હતા.આગળની વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.