હળવદનાં માથક ગામે રહેતી મહિલાનું ઝેરી દવા પીતા મોત


હળવદ તાલુકામાં આવેલ માથક ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીકામ કરતા આદીવાસી પરિવારની એક મહિલાએ કોઈક કારણોસર ઝેરી દવા પી લેતાં તેમનું ટુંક સારવાર બાદ મોત નીપજયું હતું. જેથી બનાવની નોંધ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના માથક ગામે અજીતભાઈ અમુભાઇની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારના મંજુલાબેન રતનભાઈ તડવી નામની 40 વર્ષીય મહિલાએ ગઈકાલે મોડીરાત્રીના કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને તેમને બેભાન હાલતમાં સારવારમાં અહિંની સિવિલે ખસેડાય હતા.જોકે મંજુલાબેન તડવીની હાલત નાજુક જણાતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ રાજકોટ સિવિલે અથવા ખાનગી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું જે દરમિયાન ટુંકી સારવારમાં જ મંજુલાબેન તળવી નામની મજુર મહિલાનું મૃત્યુ થયું હતું. જેથી હોસ્પિટલ સત્તાવાળાઓએ એ ડિવિઝન પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા તેમજ રાયટર નંદરામભાઇએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી.યુવાન પર હૂમલો મોરબીની ઘાંચી શેરી નંબર સાતમાં ઇદ મસ્જીદ રોડ ઉપર મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા સાજીદ ગનીભાઇ પીલુડીયા નામના 45 વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના અજાણ્યા વ્યક્તિએ ભારત સર્વિસ સ્ટેશન નજીક ઢીકાપાટુ વડે માર મારતાં સાજીદ પીલુડીયાને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયો હતો બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.જ્યારે મોરબીના નિધિપાર્ક વિસ્તારમાં રહેતા મીસ્બાહબેન ફિરોજભાઈ નામની 18 વર્ષીય મહિલાને પાડોશી સાથે થયેલ મારામારીમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.

-મળતી માહિતી