આદિપુરમાં યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.

 આદિપુરના ડી.સી-5 વિસ્તારમાં રહેતા હિરેન ભચુ ઠક્કર (ઉ.વ.30) નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવ લઇ લીધો હતું. બીજી બાજુ ભચાઉના જંગી ગામમાંથી ગુમ થનારા તુલસી ડાયાભાઈ સોલંકી (ઉ.વ. 54)ની ગામના તળાવમાંથી લાશ મળી આવી હતી. આદિપુરના ડી.સી.-5 (પાંજોઘર) વિસ્તારમાં રહેનારા હિરેન નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ યુવાન મીઠીરોહર ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. અપરિણીત આ યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન હજી જ ટૂંકાવી લીધું હતું. તેણે ક્યાં કારણોસર આ છેલ્લું પગલું ભર્યું હશે. તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ જંગી ગામમાં પણ અપમૃત્યુનો બીજો બનાવ બન્યો હતો. આ ગામમાં રહેતા તુલસીભાઈ નામના આધેડ ગત તારીખ. 20ના સવારના હું ચામુંડા માતા તથા ગણેશ ભગવાનના મંદિરે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદમાં તે પરત ન આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન ગત તારીખ. 21ના સાંજે ગામના ઉગાસર તળાવની પાળે તેમના કપડાં અને ચપ્પલ મળી આવ્યાં હતાં અને ગઈકાલે તેમની લાશ આ તળાવમાંથી મળી આવી હતી. અકસ્માતે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું.

-મળતી માહિતી