માધવવાટીકામાં આજી ડેમ ચોકડી પાસે રહેતા પુત્રવધુ સાસુને ઝેરી દવા સોડામાં પીવડાવી રોકડ રકમ-દાગીના લઇ ફરાર થઈ ગઈ છે.
માધવવાટીકામાં આજી ડેમ ચોકડી પાસે રહેતા મહિલાને તેમના પુત્રવધુએ ઝેરી દવા સોડામાં ભેળવી પીવડાવી ઘરમાં રહેલી રોકડ રકમ અને દાગીના લઇ માવતર અમદાવાદ જતી રહી હતી. જ્યારે તે મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે આજી ડેમ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનાની માહિતી અનુસાર, માધવવાટીકામાં રહેતા વિદ્યાબેન રામકુમાર રાજપૂત (ઉ.45) નામના મહિલાને તેમના પુત્રવધુ પૂજાબેન રાજુભાઈ રાજપૂતે ઝેરી દવા સોડામાં ભેળવી પીવડાવી દેતાં તેમને સિવિલમાં ખસેડાયા છે. આ ઘટનામાં પુજાબેનના પતિ રાજુભાઈના આક્ષેપ દ્વારા જાણવા મળ્યું હતું કે, પુજા સાથે વર્ષ 2016માં લગ્ન થયા હતા. તેનું માવતર અમદાવાદ છે. અવારનવાર ઝઘડો કરી માવતર જતી રહે છે. અગાઉ એકાદ વર્ષ પહેલા મને અમદાવાદ રહી કામ કરવાનું અને તેના માતા-પિતાને સાચવવા માટે ઝઘડો કર્યો હતો. જેથી તેને આ મામલે ના પાડતાં તેના માવતરે જઇ કોર્ટમાં છુટાછેડા આપી દીધા. બાદમાં બંને વચ્ચે થોડી મહિનામાં સંપર્ક થતા ફરી બંનેએ કોર્ટ મેરેજ કર્યા અને રાજકોટમાં જ સાથે રહેવા લાગ્યા હતાં. અને સંતાનમાં એક પુત્રની હતી. અવારનવાર અમદાવાદ રહેવાનું કહેતા ઝઘડો થયો હતો.ગઇકાલે માતા વિદ્યાબેન એકલા હતા ત્યારે પત્ની પૂજાબેને ઝઘડાનો ખાર રાખી ઝેરી દવા સોડામાં પીવડાવી દીધી હતી. અને ઘરનાં કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના ભરેલો ડબ્બો તેમજ રૂા. 2,00,000ની રોકડ લઇ ગઇ હતી. આજુબાજુમાં વિસ્તારવાસીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, કોઇ ઇકો ગાડીમાં હતું તેની સાથે પૂજાબેનને જતા જોયા છે. આથી હાલ આજી ડેમ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી