લાલપુરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ.


જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે સ્થાનિક પોલીસે સરદાર પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને પકડી પડ્યા. પોલીસે પાંચેય વ્યક્તિઓના કબજામાંથી રૂપિયા 53360ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.લાલપુરમાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરદાર પાર્ક સોસાયટી પાસે ખુલ્લા પ્લોર્ટમા અમુક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેને લઈને પોલીસેએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દરોડા પાડવા દરમિયાન કમલેશ દેવાણદભાઇ નંદાણીયા જાતે-આહીર ઉવ-29 ધંધો-ખેતી રહે-સાનીધ્યપાર્ક લાલપુર જી.જામનગર, અતુલ કાન્તીભાઇ માખેચા જાતે-લુહાણા ઉવ-56 ધંધો-વેપાર રહે-મેઇન બજાર ગઢવારી શેરી લાલપુર જી.જામનગર, મનોજભાઇ અરજણભાઇ નંદાસણા જાતે-પટેલ ઉવ-48 ધંધો-વેપાર રહે-સરદાર પાર્ક ઉમા ધામ સમાજ સામે લાલપુર જી-જામનગર, મનસુખલાલ પરષોતમભાઇ ફળદુ જાતે-પટેલ ઉવ-62 ધંધો-ખેતી રહે-જુના વીકાસ પાસે લાલપુર જી.જામનગર અને પ્રાગજીભાઇ રામજીભાઇ સાદરીયા જાતે-પટેલ ઉવ-70 ધંધો-વેપાર રહે-પટેલ શેરી લાલપુર જી.જામનગર ગંજીપતાના પાના પૈસા વડે તીન પતિ રોન, રમી પૈસાની હારજીત કરતા પોલિસને મળી આવ્યા હતા. પોલીસે તમામ વ્યક્તિઓના કબજામાંથી રૂપિયા 53630ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
-મળતી માહિતી